જ્યારે પણ કોઈ ભાષાના ગૌરવ અને સમૃદ્ધિની વાત આવે છે, ત્યારે તેનો શબ્દકોશ (Dictionary) સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આપણી માતૃભાષા ગુજરાતી પણ એટલી સમૃદ્ધ છે કે તેનો પોતાનો એક એવો જ્ઞાનકોશ છે, જે વિશ્વના શ્રેષ્ઠ શબ્દકોશોમાં સ્થાન પામે છે. આ મહાન ગ્રંથનું નામ છે — ‘ભગવદ્ગોમંડલ’. જયારે પણ ભાષાના ગૌરવ અને સમૃદ્ધિની વાત આવે છે.

ભગવદ્ગોમંડલ ગ્રંથ છે.

ભગવદ્ગોમંડલ શું છે (૯ ભાગ)

ભગવદ્ગોમંડલ એ માત્ર એક સામાન્ય ડિક્શનરી કે શબ્દકોશ નથી, પરંતુ તે ગુજરાતી ભાષાનો સૌથી મોટો જ્ઞાનકોશ (Encyclopedic) છે. તેમાં માત્ર શબ્દોના અર્થ જ નહીં, પરંતુ વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ધર્મ, કળા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી અઢળક માહિતીનો સંગ્રહ છે. ભગવદ્ગોમંડલના ૯ ભાગમાં છે. પ્રથમ પ્રકાશન વર્ષ ૧૯૪૪  પુનર્મુદ્રણ વર્ષ ૧૯૮૬ અને દ્વિતીય પુનર્મુદ્રણ ૨૦૦૭ (કિંમત -ભાગ  ૧ થી ૯ ના સંપુર્ણ સેટના ૧૦,૦૦૦ /-)પ્રકાશક – પ્રવીણ પ્રકાશન પ્રા. લિ.

ગુજરાતીભાષાનો સુવર્ણ ઇતિહાસ: ‘ભગવદ્ગોમંડલ’ની ભગીરથ શબ્દયાત્રા

ગુજરાતી ભાષાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલું નામ એટલે ‘ભગવદ્ગોમંડલ’. આ માત્ર એક શબ્દકોશ નથી, પરંતુ આપણી માતૃભાષાની સમૃદ્ધિનો જીવંત દસ્તાવેજ છે. આ અજોડ ગ્રંથના નિર્માણ પાછળ ગોંડલના પ્રજાવત્સલ, માતૃભાષાપ્રેમી અને દીર્ઘદ્રષ્ટા રાજવી મહારાજા સર ભગવતસિંહજીની અવિરત શબ્દસાધના અને અનંત નિષ્ઠા રહેલી છે. તેમના આ અમૂલ્ય પ્રદાનના આદરમાં જ આ મહાગ્રંથનું નામ ‘ભગવદ્ગોમંડલ’ રાખવામાં આવ્યું છે.

વિચારનું બીજ અને માતૃભાષા પ્રત્યે અનન્ય ભક્તિ

ભગવદ્ગોમંડલના વિચારનું બીજ મહારાજા સર ભગવતસિંહજીના હૃદયમાં વર્ષ ૧૮૮૨ માં રોપાયું હતું. સમયની સાથે લુપ્ત થઈ રહેલા તળપદા, લોકબોલીના અને રોજિંદા વ્યવહારના શબ્દોને બચાવવા માટે તેઓ વ્યાકુળ હતા. માતૃભાષા પ્રત્યેની તેમની ભક્તિ એટલી તીવ્ર હતી કે તેમણે શરૂઆતમાં એકલા હાથે શબ્દ સંગ્રહનું ભગીરથ કાર્ય શરૂ કર્યું.

  • ચાલતાફરતા શબ્દસાધના : મહારાજ જ્યારે પણ પ્રવાસમાં જતા, ખેડૂતો કે સામાન્ય પ્રજાજનોને મળતા, ત્યારે ગ્રામીણ
  • ભાષાના અજાણ્યા અને તળપદા શબ્દો સાંભળતાં જ પોતાની ડાયરીમાં અથવા અંગરખાની બાંય (કફ) પર નોંધી લેતા.
  • જ્ઞાનની કાપલીઓ: પોતાના પુસ્તકાલયમાં આવતા મહેમાનો, સાહિત્યકારો અને વિદ્વાનોની વાતચીતમાંથી પણ કોઈ નવો શબ્દ મળે તો તેની કાપલી બનાવી પાછળ ટપકાવી લેતા.
  • અજોડ શોધખોળ અને રાત-દિવસનો પરિશ્રમ

આ કાર્ય માત્ર શોખ પૂરતું સીમિત નહોતું, પરંતુ એક વૈજ્ઞાનિક અને પદ્ધતિસરનું સંશોધન હતું. મહારાજા ભગવતસિંહજી અને તેમના મુખ્ય સંપાદક ચંદુભાઈ પટેલની આગેવાની હેઠળ એક સમર્પિત ટીમે કામ શરૂ કર્યું. આશરે 25 થી 30 જેટલા ગુજરાતી ભાષાપ્રેમી સાહિત્યકારો અને વિદ્વાનોએ 26 વર્ષ સુધી કોષ કચેરીમાં પોતાની અખંડ સેવાઓ આપી હતી.

  • બારીકાઈથી સંશોધન: આ ટીમે ગામેગામ ફરીને, લોકબોલીઓ ઉકેલીને અને જૂના સાહિત્યને ફંફોસીને એક-એક શબ્દ એકઠો કર્યો.
  • સાહિત્યનું મંથન: મહારાજાએ ગુજરાતી, અંગ્રેજી અને અન્ય ભાષાઓના મહત્વના ગ્રંથો, નવલકથાઓ, કાવ્યસંગ્રહો, નાટકો, સિનેમાના ચોપાનિયા, જાહેર અખબારો અને સરકારી દસ્તાવેજોનું બારીકાઈથી અધ્યયન કર્યું.
  • પ્રૂફ રીડિંગમાં જાતે દેખરેખ: જ્યારે આ શબ્દકોશનું છાપકામ શરૂ થયું ત્યારે મહારાજ પોતે જ તેના પ્રથમ અને બીજા પ્રૂફ જાતે તપાસતા. ઘણીવાર મોડી રાત સુધી કોષ કચેરીમાં હાજર રહીને અક્ષરે-અક્ષરની શુદ્ધતા ચકાસતા, તેઓ માત્ર શબ્દો જ નહીં, પણ તેનો અર્થ, વ્યાકરણ અને ઇતિહાસની વિગતો પણ પૂર્વગ્રહ વગર ઝીણવટપૂર્વક તપાસતા હતા.
  • મુખ્ય વિશેષતાઓ અને પ્રકાશન વિગત:
    • કુલ ભાગ : આ જ્ઞાનકોશ ૯ વિશાળ ભાગમાં વહેંચાયેલો છે.
    પ્રકાશન વર્ષ: પ્રથમ પ્રકાશન વર્ષ ૧૯૪૪માં થયું હતું. ત્યારબાદ પ્રથમ પુનર્મુદ્રણ વર્ષ ૧૯૮૬માં અને દ્વિતીય પુનર્મુદ્રણ વર્ષ ૨૦૦૭માં થયું. પ્રકાશક: પ્રકાશન પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. દ્વારા કરવામાં આવ્યું છે.
  • કુલ પાના : ૯,૨૭૦
  • કુલ શબ્દ : ૨,૮૧,૩૭૭
  • કુલ શબ્દના અર્થો : ૫,૪૦,૪૫૫
  • કિંમત : કુલ ખર્ચ ૨,૭૨,૪૫૦.૦૦
  • ભગવદ્ગોમંડલ એ માત્ર એક સામાન્ય ડિક્શનરી કે શબ્દકોશ નથી, પરંતુ તે ગુજરાતી ભાષાનો સૌથી મોટો જ્ઞાનકોશ (Encyclopedic) છે
  • આ શબ્દકોશમાં શું નવું જોવા મળે છે?
  • શબ્દનું મૂળ વર્ણન : દરેક શબ્દના શુદ્ધ ઉચ્ચાર, જોડણી, વ્યુત્પત્તિ (શબ્દ ક્યાંથી ઉદ્ભવ્યો), ધ્વનિ, અનેક અર્થોના છાયાભેદ અને ઉત્પત્તિની મૂળ ભાષા. સમાસવિચ્છેદ (ભેગા થયેલા શબ્દોને છૂટા પાડીને તેમનો સાચો સંબંધ અને અર્થ સમજાવવો.),
  • ચિહ્નો અને સંકેતાક્ષર : શબ્દોના વ્યાકરણ, સંક્ષેપ અને વ્યુત્પત્તિના સંકેતો સ્પષ્ટ સમજાવતી ખાસ નિશાનીઓ., સાહિત્યિક સંદર્ભ, લોકવાણી અને સાક્ષર લેખકોના લખાણોના ટૂંકા ઉલ્લેખો અને તેના ઇતિહાસનીઅનોખી વાતો

  •  આજના ડિજિટલ યુગમાં ભગવદ્ગોમંડ

આજે આ ગૌરવશાળી ગ્રંથ આપણી વચ્ચે ડિજિટલ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. જો તમારી પાસે પુસ્તકો ન હોય, તો તમે તેની વેબસાઈટ (bhagavadgomandal.com) પર જઈને અથવા તેની ઓફિશિયલ એપ ડાઉનલોડ કરીને કોઈ પણ ગુજરાતી શબ્દનો ઊંડાણપૂર્વકનો અર્થ મફતમાં જાણી શકો છો.

ભગવદ્ગોમંડલ એ આપણી ગુજરાતી અસ્મિતાનું પ્રતીક છે. મહારાજા ભગવતસિંહજીએ આપણને આપેલો આ વારસો અજોડ છે.

ભગવદ્ગોમંડલ આંકડાકીય વિશ્લેષણ

  • ગ્રંથ પ્રમાણે શબ્દોની ગણતરી
ભાગઅક્ષર શ્રેણીકુલ પાનાશબ્દ સંખ્યાશબ્દના અર્થરૂઢિપ્રયોગો
ભાગ ૧અ થી અં૯૦૨૨૬,૬૮૭૫૧,૩૩૮૧,૩૦૩
ભાગ ૨આ થી ઔ૯૩૨૨૭,૩૨૪૫૬,૩૬૯૩,૧૪૬
ભાગ ૩ક થી ઙ૧,૨૨૬૪૬,૦૨૫૯૦,૬૦૦૪,૬૧૪
ભાગ ૪ચ થી તાં૧,૦૬૦૩૧,૪૫૬૬૦,૩૨૩૪,૦૩૫
ભાગ ૫તિ થી નિ૧,૦૧૮૩૩,૪૦૮૫૮,૬૦૮૨,૩૭૬
ભાગ ૬ની થી ફ૧,૦૧૪૨૭,૯૫૯૬૩,૭૧૪૩,૨૮૭
ભાગ ૭બ થી મા૧,૦૬૬૩૦,૬૦૪૬૦,૦૪૯૩,૬૨૬
ભાગ ૮માં થી વ૧,૦૨૬૨૮,૫૭૬૫૫,૫૧૨૩,૭૧૮
ભાગ ૯શ થી ળ૧,૦૨૬૨૪,૩૩૮૪૩,૯૪૨૨,૦૫૧
કુલ
,૨૭૦,૮૧,૩૭૭,૪૦,૪૫૫૨૮,૧૫૬
  • ગ્રંથ પ્રમાણે થયેલ ખર્ચની ગણતરી

સાલ (વર્ષ)

ભાગ
છાપખાનાનું થયેલ ખર્ચકોષ કચેરીનું પગાર ખર્ચકુલ પ્રતકુલ પ્રતનું ખર્ચછાપામણી અને કાગળની ખર્ચ પુરતી વેચાણ કિંમત
સને ૧૯૨૮ થી ૧૯૩૮– (વર્ષ – ૧૦)૧૦૮૦૬.૨૫૨૯૫૨૩.૩૨૫૦૦૪૦૬૨૫.૫૭૧૫.૦૦
સને ૧૯૩૮ થી ૧૯૪૪– (વર્ષ – ૬)૧૪૨૪૫.૧૩૯૪૧૬.૭૫૫૦૦૨૩૬૧૨.૫૨૧૫.૦૦
સને ૧૯૪૪ થી ૧૯૪૬– (વર્ષ – ૨)૧૨૧૮૧.૧૪૭૫૯૫.0૬૫૦૦૧૯૭૭૬.૧૫૨૪.૦૦
સને ૧૯૪૬(ઑગષ્ટ) થી ૧૯૪૮– (વર્ષ – ૧, માસ- ૮)૧૩૨૩૦.૧૫૫૩૦૮.૧૫૫૦૦૧૮૫૩૯.૦૭૧૬.૦૦
સને ૧૯૪૮ (એપ્રિલ) થી ૧૯૪૯– (વર્ષ – ૧,માસ- ૯)૨૪૨૪૭.૧૦૧૪૩૨૦.૧૨૫૦૦૩૮૫૬૮.૭૦૧૫.૦૦
સને ૧૯૫૦(જાન્યુઆરી) થી ૧૯૫૧(ઑગષ્ટ) – (વર્ષ – ૧૦, માસ- ૮)૧૯૫૮૨.૫૧૧૯૬૯૦.૧૩૫૦૦૩૯૨૭૩.૨૭૧૫.૦૦
સને ૧૯૫૧(ઑગષ્ટ) થી ૧૯૫૩(જાન્યુઆરી)– (વર્ષ – ૧,માસ-૬)૧૭૩૫૮.૧૫૧૩૨૨૪.૫૦૫૦૦૩૦૫૮૨.૪૦૧૬.૦૦
સને ૧૯૫૩(જાન્યુઆરી) થી ૧૯૫૩(ડિસેમ્બર)– (વર્ષ – ૧)૨૧૧૮૦.૦૦૩૮૨૦.૦૦૫૦૦૨૫૦૦૦.૦૦૧૫.૦૦
સને ૧૯૫૪(જાન્યુઆરી) થી ૧૯૫૪(ડિસેમ્બર– (વર્ષ – ૧)૨૫૪૦૦.૦૦૩૬૦૦.૦૦૫૦૦૨૯૦૦૦.૦૦૧૫.૦૦

તમારો અભિપ્રાય: શું તમે ક્યારેય ભગવદ્ગોમંડલ પુસ્તક જોયું છે અથવા તેની વેબસાઈટનો ઉપયોગ કર્યો છે? તમને આ માહિતી કેવી લાગી, તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો!

  • માહિતી સોર્સ: ભગવદ્ગોમંડલ પુસ્તક
  • પુસ્તક સાભાર: પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • ફોટોગ્રાફ્સ: બ્લોગર (સ્વહસ્તે લીધેલાઅને એક ફોટો AI થી તૈયાર કરેલ છે.)

Leave a Comment